બિનસાંપ્રદાયિક્તા વિષે સાધારણ રીતે બે અંતિમોથી વાત થતી હોય છે પણ અહીં લેખક ભગવાન બુદ્ધે ઉપદેશેલા મધ્યમ માર્ગે ચાલ્યા છે. માત્ર આજે જ નહિઁ, આવતાં અનેક વર્ષો સુધી આ વિષયને અજવાળતું રહે એવું આ પુસ્તક લેખકે આપ્યું છે..
આ પુસ્તક વર્ષોથી હિજરાતા અને પાડોશી દેશોમાંથી યાતનાઓ ભોગવીને આવેલા શરણાર્થીઓની વ્યથાને વાચા મળે તથા ભારતમાં વસતા તમામ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ભાવનાત્મક સંબધો વધે અને નાગરિકતાના કાનૂન અંગેની ગેરસમજો દૂર થાય તેવા શુભ હેતુથી લખવામાં આવ્યું છે..