આ પુસ્તક આત્મકથાના વર્ગનું છે, ;સંસ્મરણકથા પ્રકારનું છે. પુસ્તકનાં આરંભથી તે છેક અંત સુધી લેખકશ્રી ચુસ્ત અને સમજપૂર્વકની હેતુનિષ્ઠાને પૂર્ણ સંયમ- તાટસ્થ્યથી વળગી રહ્યાં છે. તેમની લોકયાત્રાનો આલેખ હેતુપૂર્ણ, લક્ષગામી છતાં રસપ્રદ લાલિત્યથી હર્યોભર્યો રહ્યો છે..