આ પુસ્તકમાં શિક્ષણવ્યવસ્થા, શિક્ષક, વિધ્યાર્થી અને તેના અભિગમને લેખમાં સુસંગત કાવ્યપંક્તિ દ્વ્રારા તેમજ સમાપનમાં આચમન થકી જીવનને મધુર બનાવવાનું ઓસડ રજૂ કરવામાં આવ્યું છે...
પુસ્તકમાંનાં પ્રસંગો અને ઘટનાઓ આપણી આસપાસના અને જાણે અજાણે કયારેક ને કયારેક આપણી પોતાની સાથે થયા હોય એવાં આત્મીય વર્ણનો આપે છે. વાનપ્રસ્થાશ્રમમાં પા પા પગલી ભરતા કૌટુંબિકથી માંડીને જાહેર ક્ષેત્રના પ્રૌઢજનો માટે આ પુસ્તક નિવૃત્તિને ઓથારે પહોંચવાની દીવાદાંડી સમાન ભાસે છે...