કંપનીનું ડૂબવાનું કે પ્રગતિ ન થઈ શકવાનું મુખ્ય કારણ છે પૈસાના પ્રોપર મેનેજમેંટનો અભાવ. પૈસા ક્યાંથી આવે છે, ક્યાં રોકાય છે અને ક્યાં જાય છે તેનું ઇફેક્ટિવ મેનેજમેંટ એ ધંધાના સફળતાની મુખ્ય ચાવી છે...
આપણી પાસે બે હાથ છે, એનાથી કરી કરીને કેટલું કરી શકશે? પણ જો મગજને ઉપયોગમાં લઈશું. અમુક ટેકનિક્સ એપ્લાય કરીશું તો આપણી સાથે હજારો - લાખો હાથને કામ કરતાં કરી શકીશું. આ માટે જરૂરી છે વર્ક ડેલિગેશનની સ્કિલ ડેવલોપ કરવી...
દરરોજ સવારે ઉઠી નવા ગ્રાહક શોધવા જવુંએ ફાયદાનો સોદો નથી. બેટર એ છે કે આજે જે ગ્રાહક બન્યો છે એને કાયમી ટકાવી રાખવો. તો આવું ક્યારે અને કઈ રીતે શક્ય બને તે મુદ્દો સમજાવતું પુસ્તક..
જયારે આપણે કલાયન્ટ સાથે નેગોશિયશન કરીએ ત્યારે આપણા બીજનેસને વધુમાં વધુ ફાયદો થાય એવી ડીલ કરવા કોશિશ કરતાં હોઈએ છીએ આ પુસ્તક એ માટેનું માર્ગદર્શન આપે છે..
એક પ્રોડક્ટ કે સર્વિસની વેલ્યૂ ૧૦૦.૦૦ છે અને તમે જો એના ૧૦૦.૦૦ ચૂકવો છો ત્યારે તમે પ્રોડક્ટ કે સર્વિસની કિંમત માત્ર ચૂકવો છો. જો એ પ્રોડક્ટ કે સર્વિસ માટે તમે ૧૨૫.૦૦ ચૂકવો છો, ત્યારે ઉપરના ૨૫.૦૦ એ બ્રાન્ડના ચૂકવો છો. આ છે બ્રાન્ડનું મહત્વ. બ્રાન્ડ ભલે ફિજીકલી દેખાય નહિઁ પણ તેનું ખુબ મહત્વ છે...
આજે મર્કેંટિંગ વિના તો સોનાના ઘરેણાં પણ નથી વેંચતા જે પણ વેચાય છે એનું માર્કેટિંગ થાય છે અને ત્યારે જ એ વસ્તુ વેચાય છે. આજની ગળાકાપ હરીફાઈમાં ટકી રહેવા માટે તમારે પણ તમારી સર્વિસ કે પ્રોડ્કટનું યોગ્ય માર્કેટિંગ કરવું જ રહયું...
એક ઓર્ગેનાઇજેશન ઊભું કરવું એ એક બાળકને જન્મ આપવો, ઉછેર કરવો, પ્રેમ, શિક્ષણ, સંસ્કાર, શિસ્ત વગેરેનું સિંચન કરવા જેવું છે. આ માટે અમુક પાયાના સિદ્ધાતો છે, જે શીખવા સમજવા અને અમલમાં મૂકવા જરૂરી છે...
બીજનેસમાં તમે એકલા કશું જ નથી કરતા હોતા. દરેક કામમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે કોઈકનો તો સહકાર લેવો જ પડે છે. આ સહકાર તમને કેવોક મળશે એ ડિપેન્ડ કરે છે તે વ્યક્તિ સાથેના આપણાં વ્યવહાર પર...
સેલિંગ વધારવા માટે ઘણા પરિબળો કામ કરતા હોય છે. જો એ પરિબળોનો અભ્યાસ કરવામાં આવે, સમજવામાં આવે તો ધાર્યું પરિણામ મેળવી શકાય છે. વ્યવસાયને આગળ લઈ જવા માટે સેલિંગમાં વધારો એ સૌથી ઉત્તમ અને એક માત્ર ઉપાય છે...