વ્યવસાયીક જીવનમાં ઘણી વખત એવું બને કે કંપનીને આગળ લઈ જવામાં પરિવારની અવગણના થઈ જતી હોય. આવાં સમયે પોતાનાં વ્યવસાયીક અને પરિવારિક જીવન વચ્ચે બેલેન્સ સાધવું ખુબ જરૂરી બની જાય છે એ સમજવાતું પુસ્તક..
પાણીનું મહત્વ તો સમજો છો ને? એક વિશાળ ડેમમાં પાણીની આવક અને જાવક ચાલુ હોય. જો એ વ્યવસ્થા વિખરાય જાય તો શું થાય? બસ એવું જ ઇમોશન્સનું છે એનું મેનેજમેંટ અને મહત્વ પાણી જેવું જ છે...
પ્રેશર અને સ્ટ્રેસ વચ્ચે પાતળી ભેદરેખા છે. સારા પરિણામો માટે પ્રેશર જરૂરી છે પણ મુખ્ય સવાલ એ છે કે તમે કેટલું પ્રેશર ખમી શકો છો. જ્યારે તમારી કેપેસિટીની બહાર પ્રેશર આવે ત્યારે એ સ્ટ્રેસ બને છે...