ગુજરાત સમાચાર રવિપૂર્તિમાં પ્રસિદ્ધ થયેલ સ્પાર્ક કૉલમનું સંકલન 

  પ્રેમ અને જીવનના રહસ્યોની ખોજ સતત ઝબકતી રાખતાં,

પ્રેમરસમાં ભીંજાયેલા હોવાનો અહેસાસ કરાવતા,

મૌલિક- નવા વિચારોનાં ચમકારા વર્તાતા

વત્સલ વસાણીનાં તદ્દન નવાં પુસ્તકો


પરિવારપ્રેમ, દામ્પત્યપ્રેમ, મિત્રપ્રેમ, પ્રિય વ્યક્તિ પ્રત્યેની સ્નેહની સરવાણી, મનુષ્યમાત્રમાં રહેલ પ્રેમની ઝંખના, માનવપ્રેમ સાથે સમગ્ર વિશ્વને ચાહવાની વૃત્તિનું રસમય નિરૂપણ ઉપરોક્ત પુસ્તકોનાં લખાણોમાં થયું છે. લેખકશ્રીનાં શબ્દે શબ્દે અજવાળું પ્રગટે છે ગદ્યની રસાળતા અને લાલિત્યના નાજુક નમણા નમૂના જેવા પરિચ્છેદો, ગદ્યખંડો અને કવિત્વથી છલોછલ ચિંતનકણિકાઓની ફૂલછાબ સમા આ લખાણોને ઉપરોક્ત પુસ્તકોમાં સમાવાયાં છે. આપણા સહુના જીવનમાં ડગલે ને પગલે ઉપયોગી થાય તેવા અમૂલ્ય દિશાસૂચનો આ પુસ્તકોમાં છે